માનવજાતને કુદરતની સૌથી કિંમતી ભેટ પાણી છે. તેના વિના પૃથ્વી પરનું જીવન અસ્તિત્વ ન હોઈ શકે, તેથી પાણીને જીવન તરીકે પણ ઓળખી શકાય છે. આપણને આપણી બધી દૈનિક પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂર હોય છે.
ઉપલબ્ધ જળ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ, જેથી ભવિષ્યમાં આપણે જળ સંકટનો સામનો ન કરવો પડે. આ માટે જરૂરી છે કે દરેક વ્યક્તિ પાણીનો ઉપયોગ મનથી કરે, પાણીનો બચાવ કરે તેમજ જળ સંચયના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવે.
વધુને વધુ વરસાદી પાણીની બચત કરીને અને પાણી બચાવવા માટે વિવિધ પગલાં લઈને, આપણેભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને પાણીની ઉપલબ્ધતાને સતત જાળવવામાં ફાળો આપીએ છીએ.
જો તમે પાણી બચાવવાની કોઈ પણ નવીન અને અનોખી રીતો અપનાવી હોય, જેની મદદથી આપણે વધુ પાણી બચાવી શકીએ છીએ, તો તેને નીચેના કમેન્સટી બોક્સમાં તમારા વિચારો સાથે શેર કરો.
સબમિશનની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ, 2022 છે.
CHANDA NAGARAJU 2 years 11 monthsપહેલા
Dear CM Sir
Here is one video on how to save rain drop, plz download the attachment
Alpeshbhai Jayantibhai Patel 2 years 11 monthsપહેલા
Save Water
ARVIND VIRAS 2 years 11 monthsપહેલા
Hon'ble Prime Minister,
An estimated 11802.4 mm (average of the 1974-2022 period) in India. It rains, and it also rains well in South Gujarat.
Make a boring in all the buildings in the city. If the water from the terrace of the building is drained in this boring, the water level in the surrounding fields and locks will come up and the problem of water falling in summer will be relieved.
ARVIND VIRAS 2 years 11 monthsપહેલા
માનનીય પ્રધાન મંત્રી જી ,
ભારત દેશ માં એક અંદાજે 11802.4 mm (average of the 1974-2022 period). વરસાદ પડે છે , અને એમાં પણ સાઉથ ગુજરાત માં સારો એવો વરસાદ પડે છે .
શહેર માં આવેલ તમામ બિલ્ડીંગ માં એક બોરિંગ બનાવી બિલ્ડીંગ ના ટેરેસ નું પાણી આ બોરિંગ માં ઉતારવામાં આવે તો આજુ બાજુના વિસ્તારમાં આવેલ ખેતરો અને તાળાઓ માં પાણી ની લેવલ ઉપર આવશે અને ઉનાળામાં પડતી પાણીની તકલીફ માં રાહત રહેશે
joseph charles nelson 2 years 11 monthsપહેલા
(1)Rain water is nature's free gift given to us.
(2)During monsoon, we can harvest rain water, underground for farming, domestic use, etc.
(3)More lakes can be developed in Urban and Rural areas, so that rainwater is harvested.
Regards,
Joseph Charles Nelson
(BJP-Vadodaara City Minority Cell Koshadyaksh)
GARAIYA AKSHAY 2 years 11 monthsપહેલા
વરસાદનું દરેક ટીપું સંગ્રહ કરવા માટે ચેકડેમ ઉભા કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધેલ અને જેથી વરસાદના પાણીને વ્યર્થ રીતે દરિયામાં વહી જતું અટકાવી શકાય. આવા ચેકડેમો નાના સ્ત્રાવક્ષેત્રમાંથી પાણીને એકઠું કરે છે જેથી ભુગર્ભ જળ સપાટી ઉંચી લાવી શકાય અને આજુબાજુના ખેતરો, કુવાઓને આ પાણીનો લાભ મળે.
આવા ચેકડેમો વહી જતા પાણીને અટકાવવા માટે સક્ષમ છે. અને લગભગ ૧.૫ મીટર થી ર.૦ મીટરની ઉંચાઇના બનાવવામાં આવે છે અને તેમની સંગ્રહશકિત લગભગ ૦.૨૦ મી.ઘ.ફુટ થી ૧.૫૦ મી.ઘ.ફુટ હોય.
GARAIYA AKSHAY 2 years 11 monthsપહેલા
શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ને કારણે પાણીની માંગમાં સતત વધારો થતો ગયો છે. વૈશ્વિકીકરણ, શહેરોના વિકાસ અને જળ સંચય અથવા તો વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની પદ્ધતિઓના અભાવ અને ઓછા ઉપયોગને કારણે જમીનમાં ધીમે ધીમી પાણીના જળસ્તર ખૂબ જ નીચા ગયા છે. Rain water harvesting એ ભૂગર્ભમાં પાણીનું જળ-સ્તર જાળવવા અને ભૂગર્ભમાં રહેલા પાણીના ઉપયોગને ઓછો કરવા માટેની એક પદ્ધતિ છે.
GARAIYA AKSHAY 2 years 11 monthsપહેલા
હાલમાં, આપણે સૌ સરકારની પાણી પુરવઠાની પદ્ધતિ પર આધાર રાખીએ છીએ. આપણે આપણી જરૂરિયાતનું પાણી આ પદ્ધતિથી મેળવીએ છીએ. મોટા શહેરોની પાણી વિતરણની આ પદ્ધતિને કારણે લોકોની પાણીના બચાવ માટેની જાગૃત્તા ખૂબ જ ઓછી જોવા મળે છે. સૌ કોઈ સરકારની આ પદ્ધતિ પર નિર્ભર રહે છે. ધીમે-ધીમે આપણી જે નિયમિત અને જેને પરંપરાગત કહી શકાય તેવી પાણી બચાવ માટેની પદ્ધતિઓ લુપ્ત થઈ ગઈ.
GARAIYA AKSHAY 2 years 11 monthsપહેલા
શહેરીકરણનો વિસ્તાર થવા સાથે જીવન પદ્ધતિમાં બદલાવ આવતો ગયો તેમાં આ વ્યવસ્થા ભુલાતી ગઈ. જુના જમાનામાં રાજાઓ, મહાજનો અને શ્રેષ્ઠીઓ પણ વાવ, કુવા અને તળાવો બંધાવતા કે ઊંડા કરાવતા, જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ગ્રામીણ લોકો પોતાની વર્ષ દરમિયાનની પાણીની જરૂરીયાત તેનાથી સંતોષે તેવી વ્યવસ્થા ગ્રામીણ પ્રદેશોમાં પણ થતી અને સચવાતી. આજે આ વ્યસ્થાઓ પણ ભુલાઈ ગઈ છે અથવા તેમાં ફેરફાર થયા છે અને (under ground) જમીનની નીચેના પાણી ઉપરનું અવલંબન વધી ગયું છે.
GARAIYA AKSHAY 2 years 11 monthsપહેલા
આમ તો ગુજરાતના જુના શહેરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે આદર્શ વ્યવસ્થાઓ હતી. કહેવાય છે કે આજે પણ અમદાવાદ અને સિધ્ધપુર જેવા શહેરોમાં જુના મકાનોમાં ઘરમાં કુવા બનાવેલા મળે છે. આ કુવાઓમાં વરસાદનું તમામ પાણી જતું અને આખું વર્ષ એ પાણી વાપરી શકાતું. વળી, કેટલાક મકાનોમાં મોટા વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા બનાવેલા જોવા મળે છે જેમાં ખાસ ‘મઘા’ નક્ષત્રમાં વરસાદી પાણી સંગ્રહવામાં આવતું અને સમગ્ર વર્ષ દરમિયાન તેનો પીવામાં ઉપયોગ થતો.