You don't have javascript enabled. Please Enabled javascript for better performance.

Shravanotsav@Vadnagar Reel Competition

પ્રારંભ તારીખ: 06-08-2026
અંતિમ તારીખ: 12-08-2026

Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા ગુજરાત સરકારની એક વિશિષ્ટ પહેલ છે, જેનો હેતુ ખાસ ...

વિગતો જુઓ વિગતો છુપાવો
Last Date- Aug 12,2026 18:29 PM IST (GMT +5.30 Hrs)

Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા ગુજરાત સરકારની એક વિશિષ્ટ પહેલ છે, જેનો હેતુ ખાસ કરીને યુવાનો સહિત તમામ નાગરિકોને વડનગર ખાતે ઉજવાતા શ્રાવણોત્સવની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મિકમહત્ત્વ, પ્રવાસનક્ષમતા, લોકકલાઓ અને ઉત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા રજૂ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

સ્પર્ધકોને શ્રાવણોત્સવના વિવિધ પાસાઓને ઉજાગર કરતી મૂળભૂત (Original) રીલ તૈયાર કરીને MyGov ગુજરાત પોર્ટલ પર રજૂ કરવાની રહેશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ જનભાગીદારી વધારવી, ડિજિટલ માધ્યમ દ્વારા લોકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવી અને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વ્યાપક ઓળખ ઉભી કરવી છે.

મંત્રાલય / વિભાગ : માહિતી કમિશનરની કચેરી, ગુજરાત સરકાર

મહત્વપૂર્ણ માહિતી:
• સ્પર્ધાનું આયોજન MyGovગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે.
• સ્પર્ધાનોસમયગાળો: 06 ઓગસ્ટ 2026 થી 12 ઓગસ્ટ 2026
• વિજેતાઓની પસંદગી નિયુક્ત મૂલ્યાંકન સમિતિના નિર્ણયના આધારે કરવામાં આવશે.

સ્પર્ધાના વિષયો - Shravanotsav@Vadnagar

ઇનામ
• પ્રથમ ઇનામ: ₹31,000/-
• બીજું ઇનામ: ₹21,000/-
• ત્રીજું ઇનામ: ₹11,000/-

સબમિશન માટેની તકનીકી વિગતો
1. વિડિયો રિઝોલ્યુશન: ન્યૂનતમ 720p
2. વિડિયોની અવધિ: 30થી 60 સેકન્ડ
3. ભાષા: ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી
(જો વીડિયોમાં રજૂઆત સબમિશનની ભાષા સિવાય અન્ય પ્રાદેશિક ભાષામાં હોય, તો સબટાઇટલ્સ ફરજિયાત રહેશે.)
4. રીલ પૂર્ણપણે સ્પર્ધકે પોતે શૂટ કરેલી અને મૂળભૂત હોવી જોઈએ. AI દ્વારા તૈયાર કરાયેલ સામગ્રી અથવા કૉપિરાઇટ ધરાવતી સામગ્રી સ્વીકાર્ય રહેશે નહીં.

નિયમો અને શરતો
1. 1. એન્ટ્રી માત્ર MyGovગુજરાતપોર્ટલ મારફતે જ સ્વીકારવામાં આવશે.
2. સ્પર્ધકે પોર્ટલ પર પોતાના નામ, મોબાઇલ નંબર અને ઈ-મેલઆઈડી સહિતની વિગતો સાથે નોંધણી કરાવવી જરૂરી રહેશે.
3. પોર્ટલ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી મોકલવામાં આવેલી એન્ટ્રીઓ માન્ય ગણાશે નહીં. ઉપરાંત, સબમિશનની અંતિમ સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી એન્ટ્રીઓ સ્વીકારવામાં આવશે નહીં.દરેક સ્પર્ધક માત્ર એક જ એન્ટ્રી મોકલી શકશે.
4. રજૂ કરાયેલ રીલ સંપૂર્ણ પણે મૂળભૂત, અગાઉ ક્યાંય પ્રકાશિત ન થયેલી તથા કૉપિરાઇટના કોઈ ણ ઉલ્લંઘનથી મુક્તહોવી જોઈએ. નિયમભંગ નીસ્થિતિમાં સ્પર્ધકને અયોગ્ય જાહેર કરવામાં આવશે.
5. રીલમાં કોઈ પણ પ્રકારનું વોટરમાર્ક, લોગો, હસ્તાક્ષર અથવા ઓળખદર્શાવતું કોઈ ચિહ્ન ન હોવું જોઈએ.
6. અશ્લીલ, અપમાનજનક, માનહાનિકારક અથવા અયોગ્ય સામગ્રી ધરાવતી એન્ટ્રી નામંજૂર કરવામાં આવશે.
7. AI દ્વારા તૈયાર કરાયેલ સામગ્રી ધરાવતી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.
8. સ્પર્ધકોને તેમની કૃતિ માટે યોગ્ય શ્રેય મળશે; જો કે વિજેતા એન્ટ્રીના કૉપિરાઇટનો અધિકાર ગુજરાત સરકાર પાસે રહેશે.
9. માહિતી કમિશનરની કચેરી અને MyGov ગુજરાતને સ્પર્ધા, મૂલ્યાંકનના માપદંડો અથવા નિયમો અનેશર તોમાં પૂર્વ સૂચના વિના 10. ફેરફાર કરવાનો અથવા સ્પર્ધા રદ કરવાનો અધિકાર રહેશે.
11. તમામ સ્પર્ધકોએ લાગુ પડતા કાયદા, માર્ગદર્શિકા, ગોપનીયતાના નિયમો તથા સાંસ્કૃતિક સંવેદનશીલતાનું પાલન કરવું જરૂરી રહેશે.
12. મૂલ્યાંકન સમિતિનો નિર્ણય અંતિમ અને તમામ સ્પર્ધકો માટે બંધનકારક રહેશે.
13. અધૂરા અથવા નિયમોને અનુરૂપ ન હોય તેવી એન્ટ્રીના મંજૂર કરવામાં આવશે.
14. તમામ સહભાગીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની એન્ટ્રી અંતિમ સમયમર્યાદા પહેલાં જ સબમિટ કરે, જેથી સબમિશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે અને છેલ્લી ઘડીએ થતી કોઈપણ અસુવિધા ટાળી શકાય.

બધી કમેન્ટ્સ
Total Submissions ( 41) Approved Submissions (0) Submissions Under Review (41)